Gammat gulal Fun is a site of Joks, funny video, Funny Picture, etc..

Short Story


સોનિયા ગાંધીને, ઇંગ્લેન્ડની રાણીએ આપેલી ટીપ્સ…!

 

 


સોનિયા ગાંધી એકવાર ઇંગ્લેન્ડની રાણીને મળ્યા અને કહ્યું, “ યોર મેજેસ્ટી, ઈન્ડીયામાં હું પણ ગાંધી નેહરુ પરિવારની રાણી છુ…મને કોઈ એવી ટીપ્સ આપો કે જેથી હું પણ સદાય સતા પર રહું…
ઇંગ્લેન્ડની રાણી : સારું ત્યારે…એક વાત હમેશા યાદ રાખજે કે સતામાં રહેવા માટે સૌથી અગત્યની વાત છે કે તું તારી જાતને હમેશા ઈન્ટેલીજન્ટ લોકોની વચ્ચે રાખે…
સોનિયા તો આશ્ચર્યમાં પડી અને કહ્યું, “પણ મને ખબર કેવી રીતે પડે કે મારી આજુબાજુમાં ક્યાં ક્યાં લોકો ઈન્ટેલીજન્ટ છે”?
ઇંગ્લેન્ડની રાણીએ કોફી પીતા પીતા ઇન્ટરકોમનું બટન દબાવ્યું..
થોડી જ વારમાં ડેવિડ કેમરોન અંદર આવ્યા અને કહ્યું, “ હા, રાણી સાહેબા”
રાણી ધીમેથી હસી અને બોલી, “ડેવિડ, તારા મમ્મી અને પપ્પાને એક છોકરો છે. જે તારો ભાઇ પણ નથી અને બહેન પણ નથી. તો કહે કે તે કોણ છે ?
એક પણ ક્ષણ વિચાર્યા વગર ડેવિડે જવાબ આપ્યો, “તે હું જ હોવ ને”
વેરી ગૂડ ડેવિડ! થેન્ક્યુ, “તું જઈ શકે છે” રાણી સાહેબાએ કહ્યું…
પછી રાણી સાહેબાએ સોનિયા તરફ જોયું અને કહ્યું, “ખબર પડી ગઈ?”
સોનિયાજી ઈન્ડીયા આવ્યા તેમણે મનમોહનજીને બોલાવ્યા અને કહ્યું, “એ જી…આનો જવાબ મારા માટે શોધી લાવો, “તમારા મમ્મી અને પપ્પાને એક છોકરો છે. જે તમારો ભાઇ પણ નથી અને બહેન પણ નથી. તો કહે કે તે કોણ છે ?
મનમોહનજી કહે, “ખબર નહિ મેડમજી” થોડો સમય આપો શોધી લાવું….
મનમોહનજી સીધા તેના એડવાઈઝર પાસે ગયા અને બધાને પૂછી જોયું પણ કોઈ જ ફાયદો નહિ…ક્યાંયથી જવાબ ના મળ્યો…
છેલે મનુજી મોદીજી પાસે આવ્યા અને કહ્યું, “નરેન્દ્રભાઈ, મારા એક સવાલનો જવાબ આપી શકો?”
“તમારા મમ્મી અને પપ્પાને એક છોકરો છે. જે તમારો ભાઇ પણ નથી અને બહેન પણ નથી. તો કહે કે તે કોણ છે ?
મોદીજી : “સાવ સેલું છે દોસ્ત, એ હું છું”
મનમોહનજી : થેન્ક્સ નરેન્દ્રભાઈ!
ત્યાંથી તેઓ ફટાફટ સોનિયા પાસે ગયા…
“મેડમજી, મેં તેના પર વિચાર કર્યો..તેનો જવાબ છે “નરેન્દ્ર મોદી”
સોનિયાજીએ એક જ લગાવી અને ચિલ્લાઈને કહ્યું, “ના ના પાગલ સાચો જવાબ છે ડેવિડ કેમેરોન”



 

No comments:

Post a Comment